ભેસાણના બામણગઢ ગામે સેઢા તકરારમાં થયેલી મારમારીમાં વળતી ફરિયાદ નોંધાઈ

ખેડૂતે પાડોશી ખેતરના દંપતી સહિત ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ભેસાણના બામણગઢ ગામે સેઢા તકરારમાં થયેલી મારમારીમાં વળતી ફરિયાદ નોંધાઈ છે. જેમાં ખેડૂતે પાડોશી ખેતરના દંપતી સહિત ત્રણ સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નંદલાલભાઇ ખીમજીભાઇ ઠુંમર (ઉ.વ ૪૨ રહે.બામણગઢ તા.ભેસાણ) એ વિજયભાઇ, ગીરધરભાઇ, ચેતનાબેન વિજયભાઇ સતાસીયા (રહે.બધા બામણગઢ તા.ભેસાણ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, બામણગઢ ગામે ફરીયાદીના ખેતરમાં જવા માટે આરોપીના ખેતરમાં થઇને રસ્તો હોવાનુ ફરીયાદીએ જણાવેલ હોય જે બાબતે બોલાચાલી થતા આરોપીઓ ગાળો આપવા લાગતા ગાળો આપવાની ના પાડતા ત્રણેય આરોપી ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપથી અને લાકડી વડે ફરીયાદીને માર મારી ઇજા પ્હોચાડી હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.