પિતા તરફથી વારસામા મળેલા મકાન બાબતે ભાઈ-બહેનો વચ્ચે ડખ્ખો

જુનાગઢમાં ચાર બહેનોએ મળી ભાઈ સહિત બે વ્યક્તિ પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જુનાગઢમાં પિતા તફરથી વારસામા મળેલા મકાન બાબતે ભાઈ-બહેનો વચ્ચે ડખ્ખો મારામારીમાં પરીણમતા ઘરનો કજિયો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં ચાર બહેનોએ મળી ભાઈ સહિત બે વ્યક્તિ પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

જુનાગઢના પાઠકનગર હુડકો પોલીસ લાઇન પાછળ જકાતનાકા પાસે રહેતા રવિભાઇ કિશોરભાઇ સોલંકી (ઉ.વ. ૩૦) એ પોતાની બહેનો દિવ્યાબેન, હિનાબેન વાલ્મીકી , પુજા ઉર્ફે કારી, વર્ષાબેન સંજયભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપીઓ ભાઇ બહેનો થતા હોય અને તેઓને પોતાના પિતા તરફથી વારસામા મળેલ મકાન બાબતે જુનુ મનદુઃખ ચાલતુ હોય જે મનદુઃખના કારણે ગઈકાલે મહીલા આરોપીઓએ સાથે મળી ફરીયાદી તથા સાહેદ વિલાશબેને આડેધડ ઢીકાપાટુનો માર મારી બેફામ ગાળો કાઢી તેમજ છરી વડે ફરીયાદીને વાસાના ભાગે તથા માથામા કપાળના ભાગે છરકા વડે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.