જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલતી બાગાયત મહાવિદ્યાલયમાં તા.૩૧ના રોજ માળી તાલીમ યેાજનાના તાલીમાર્થીઓને તાલીમ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાય હતો. આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતી ડો.એન.કે.ગોંટીયા વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.એમ.ગાજીપરા, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ નિયામક ડો.વી.આર.માલમ આચાર્ય બાગાયત મહાવિધાલય ડો.ડી.કે.વરૂ પ્રાધ્યાપકો, બાગાયત વિભાગનો સ્ટાફ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મહેમાનોનું ડો.ડી.કે.વરૂએ શબ્દોથી સ્વાગત કર્યા બાદ મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. વિસ્તરણ શિક્ષાણ નિયામક ડો.એચ.એમ.ગાજીપરાએ માળી તાલીમ યેાજનાની વિસ્તૃત માહીતી આપી હતી. વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિનાં નિયામક ડો.વી.આર.માલમએ માળી તાલીમનું મહત્વ સમજાવ્યું હતું. કુલપતી પ્રો.એન.કે.ગોંટીયા સહિતના મહાનુભવોના હસ્તે તાલીમાર્થીને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે પ્રો.એન.કે.ગોંટીયાએ તાલીમાર્થીને ભવિષ્યમાં આ તાલીમનો જીવનમાં ઉપયોગી થાય તે રીતે આગળ વધવા આહવાન કર્યું હતું. તેમજ તાલીમાર્થીને વિસ્તૃત માહિતી તેમજ પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમના અંતે ડો.ડી.આર.કણઝારીયા સહ. પ્રાધ્યાપકે સૌનું આભાર દર્શન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.