વિસાવદરમાં બોલેરો કારચાલક બાળકને ઠોકરે ચડાવી ફરાર

જૂનાગઢ : વિસાવદરમાં બોલેરો કારચાલક બાળકને ઠોકરે ચડાવી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ફરિયાદી ચંપાબેન જીતેન્દ્રભાઇ સરધારા (ઉ.વ.૪૨ રહે.કતાર ગામ કોઝવે સુરત) એ એક સફેદ કલરના બોલેરો કારનો અજાણ્યો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૧૧ વિસાવદરના કાલસારી ગામ પાસે આરોપીએ પોતાના હવાલા વાળી સફેદ કલરની બોલેરો કાર બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના દીકરા દક્ષ ઉ.વ.૦૬ને હડફેટે લઇ માથામા તથા શરીરે તથા પગમા ઇજા પહોંચાડી નાશી છૂટ્યો હતો.