જૂનાગઢ જિલ્લામાં આજે 76 કોરોના પોઝિટિવ કેસ : 72 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લામાં રિકવરી રેટમાં થોડો ઘટાડો આવ્યો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે નવા 76 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બીજી તરફ રિકવરી રેટમાં આજે થોડા ઘટાડા સાથે 72 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા હતા.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં નવા 76 પોઝિટિવ કેસ ટેસ્ટિંગ દરમિયાન સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 46, ગ્રામ્યમાં 6, કેશોદમાં 3, ભેસાણમાં 9, માણાવદરમાં 1, માંગરોળમાં 3, વંથલીમાં 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે વિસાવદરમાં આજે એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યા નથી.

છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ જળવાયેલ રહ્યો છે અને કુલ 72 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4549 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 10843 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.