જૂનાગઢ જીલ્લા જેલ પાછળ જાહેરમાં જુગટું ખેલતા ત્રણ ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ એ ડિવિજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢ જીલ્લા જેલ પાછળ જાહેરમાં ગંજીપત્તાના પાના પૈસા વડે તીન પતી નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા આરોપીઓ સલમાનખાન અલીખાન પઠાન, એજાઝખાન ઇકબાલખાન યુસુફજઇ, જાવીદખાન રફીખખાન યુસુફજઇને રોકડા રૂ. ૧૦૧૨૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.