જૂનાગઢ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીનું સન્માન

જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બહુમાન કરી પ્રમાણપત્ર એનાયત કરાયું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. જે અન્વયે બે કર્મચારીઓનું સન્માન કરાયું હતું.

જૂનાગઢ જિલ્લામાં જાન્યુઆરી મહિનામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતા અને ડીપીએમ કિશન ત્રંબાડિયાને જિલ્લા કલેક્ટર રચિત રાજ અને જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ દ્વારા જાન્યુઆરી મહિનામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર દ્રવારા દર માસે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીને પ્રોત્સાહિત કરી સન્માનીત કરવામાં આવે છે. જેમાં કોરોનાના નિયંત્રણમાં ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ, ટેસ્ટીંગ, ટ્રેસીંગ સહિતની શ્રેષ્ડ કામગીરી માટે ડો. ચેતન મહેતાને જિલ્લા કલેકટર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યુ હતા. જયારે કિશન ત્રાંબડીયાનુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને અસરકાર વહિવટી કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યુ હતુ.