જૂનાગઢ મેયર પદે ગીતાબેન મોહનભાઈ પ૨મા૨ ફાઇનલ

ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીગ ચેરમેન, પક્ષના નેતા માટે મેન્ડેટ અપાયો

જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકાની આજે મળનારી સામાન્ય સભામાં નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડક સહિતના નામો ફાઇનલ થયા છે. પક્ષ દ્વારા મેયર પદે ગીતાબેન મોહનભાઈ પ૨મા૨નું નામ ફાઇનલ કરી તમામ સભ્યોને મેન્ડેટ આપી દેવાયો છે.

જૂનાગઢ મહાનગર પાલિકામાં મેયર સહિતના પદાધિકારીઓની પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આજે સામાન્ય સભામાં નવા સુકાનીઓ ચૂંટી કાઢવામાં આવનાર છે એ પૂર્વે જૂનાગઢ લોકલ મીડિયા દ્વારા જૂનાગઢના મેયર પદે ગીતાબેન મોહનભાઈ પ૨મા૨ ફાઇનલ થયા હોવાનું અને તમામ સભ્યોને આ માટે વ્હીપ પણ સંગઠન દ્વારા અપાયો છે.

વધુમાં મહાનગર પાલિકાના નવા મેયર તરીકે ગીતાબેન મોહનભાઈ પ૨મા૨નું નામ ફાઇનલ થવાની સાથે ડેપ્યુટી મેયર તરીકે ગીરીશભાઈ મગનભાઈ કોટેચા, સ્ટેન્ડંગ કમિટી ચેરમેન પદે હરેશભાઈ કરશનભાઈ પરસાણા, પક્ષના નેતા તરીકે કિરીટભાઈ હમીરભાઈ ભીંભા અને દંડક તરીકે અરવિંદભાઈ લીલાધરભાઈ ભલાણીના નામ નક્કી કરવામાં આવ્યા છે. આજે મળનારી સામાન્ય સભામાં નવા સુકાનીઓની સતાવાર જાહેરાત કરાશે.