વંથલી નજીક બાઈક ચાલકે ઓવરટેક કરતા છકડો રીક્ષા ચાલક ઘાયલ

જૂનાગઢ : જુનાગઢ જિલ્લાના વંથલીના ટીનમસ ગામેં રહેતા અનિલભાઇ પાલાભાઇ મહીડા (ઉ.વ.૨૮) નામના છકડો રીક્ષા ચાલક ગઈકાલે પોતાની છકડો રીક્ષામા પેસેન્જરોને બેસાડી વંથલીથી ટીનમસ જતા વંથલીના ઓઝતના પુલ પાસે રોડ ઉપર પહોચતા કેશોદ તરફથી ખટારાઓને ઓવરટેક કરી આરોપીએ ડબલ સવારીમા પોતાની CD BOXER બાઇક પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ખોટી રીતે ઓવરટેક કરી છકડો રીક્ષા ચાલકને ડાબા પગમા તથા હાથમાં ઇજાઓ કરી હતી. આ બનાવ અંગે છકડો રીક્ષા ચાલકે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.