માળીયા (હા.)માં બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો

જુનાગઢ : માળીયા (હા.) પોલીસે ગઈકાલે માળીયા હાટીનાના અમરાપુર ગામે બાઈક ઉપર દારૂની બોટલ લઈને નીકળેલા આરોપી દીનેશભાઇ રૂખડભાઇ મકવાણાને ઇંગ્લીશ દારૂની ૧૮૦ એમ.એલ. ના ચપટા બોટલ નંગ-૧૮ તથા ૭૫૦ એમ.એલ. ની મોટી બોટલ નંગ-૨ એમ કુલ કિ.રૂ.૨૬૦૦ નો તથા મો.સા. બજાજ કંપનની સીટી ૧૦૦ નં. GJ-11-BP-8336 ની કિ.રૂ.૨૦,૦૦૦ તથા મો.ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦૦ ના સાથે કુલ કિ.રૂ.૨૭૬૦૦નો મુદામાલ સાથે ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.