તુ જોઇતી નથી કહી પરિણીતાને પતિ અને સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મૂકી

જૂનાગઢમાં હાલ પિયરે રહેતી પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢમાં તુ જોઇતી નથી કહી પરિણીતાને પતિ અને સાસરિયાઓએ મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી હાલ પિયરે રહેતી પરિણીતાએ તેના પતિ અને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નાદિરાબેન મોહસીનખાન પઠાણ (ઉ.વ ૨૧ ધંધો ઘરકામ રહે સરદાર બાગ કલેકટર ઓફિસની પાછળ અજમેરી પાર્ક બાગે અમન એપાર્મેન્ટ બ્લોક નં.૦૧ હાલ રે ડુંગરપુર સુભાષનગર નગર ૩ તા. જી જુનાગઢ) એ આરોપીઓ મોહસીનભાઇ અલીભાઇ પઠાણ (પતિ), અલીભાઇ મીરાજી ભાઇ પઠાણ (સસરા), રુકસારબેન અલીભાઇ પઠાણ (નંણદ-રહે. સરદાર બાગ કલેકટર ઓફિસ ની પાછળ અજમેરી પાર્ક બાગે અમન એપાર્મેન્ટ બ્લોક નં -૦૧ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બેનના પતિ તથા સસરા અને નંણદ એમ બધાએ ફરીયાદી બેનને કરીયાવર બાબતે મેણાટોણા બોલી કરીયાવર લઇ આવવાનુ કહી ગાળો બોલી ફરિયાદીના નણંદે તથા સસરાએ ફરિયાદી બેન વિરૂધ્ધ ચડામણી કરી સારીરિક માનસીક દુખત્રાસ આપી તેના પતિએ મારકુટ કરી તુ જોઇતી નથી તારા માવતર ને ત્યા જતી રહે એમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.