જૂનાગઢમાં રૂપિયા 877 કરોડનો વિકાસ ખાડામાં ખોવાયો : કોંગ્રેસ દ્વારા વિકાસ શોધ કાર્યક્રમ અપાયો

ગાંધી નિર્માણ દિને જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ સાથે બાપુને શ્રદ્ધાંજલિ

જૂનાગઢ : આજે ગાંધી નિર્વાણ દિને જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પવાની સાથે શહેરમાં શાસક પક્ષ દ્વારા 877 કરોડ રૂપિયાના વિકાસ કર્યો કર્યા હોવાના દાવાને પડકારવા વિકાસ શોધો નામનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય ભીખાભાઇ જોશીની આગેવાની હેઠળ પૂજ્ય બાપુને પુણ્યતિથિએ શ્રધ્ધાસુમન અર્પણ કરવાની સાથે વિકાસ શોધો નામનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપી શહેરના ભાજપના શાસકો દ્વારા રૂપિયા 877 કરોડના વિકાસ કામોના દાવાને ખોખલો સાબિત કરવા વિકાસ શોધો નામનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો.

આ તકે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કેન્દ્ર રાજ્ય સરકારને આડેહાથ લઈ વર્તમાન સ્થિતિમાં દેશ આઝાડીમાંથી ગુલામી તરફ જઈ રહયો હોવાનું ઉમેરતા જણાવ્યું હતું કે, ખોબા જેવડા જૂનાગઢ શહેરમાં મહાપાલિકાના શાસકો રૂપિયા 877 કરોડના વિકાસની વાતો કરે છે ત્યારે આ વિકાસ ક્યાંક ખાડા માતો નથી ખોવાઈ ગયો તે શોધવા આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.