વંથલીમાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલીમાં હનુમાનજી મંદીરની બાજુમા વાલીઝાપા પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.જ્યારે દારૂ મોકલનાર સહિત બે બુટલેગરોના નામ ખુલતા પોલીસે આ બન્ને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વંથલી પોલીસે ગઈકાલે હનુમાનજી મંદીરની બાજુમા વાલીઝાપા પાસે દરોડો પાડી આરોપી બાબર ઉર્ફે સલીમ હાજીઈસ્માઈલ ખુરેશી (ઉ.વ.૩૯ રહે.ધોરાજી, સંઘાળીયા બજાર, ચીચ્તીયા મસ્જીદની શેરી, જી.રાજકોટ) ને પોતાની હોન્ડા સીવીક સીલ્વર કલરની રજી.નંબર HR- 29-S-4721 મહારાષ્ટ્ર રાજયમાંથી 8 PM SPECIAL વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની પેટીઓ નંગ ૦૬ પ્લાસ્ટીકની બોટલ નંગ ૭૨ તથા 8 PM SPECIAL વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ની ચપટા પેટીઓ નંગ ૦૯ પ્લાસ્ટીકના ચપટા નંગ ૪૩૨ મળી કૂલ કી.રૂ.કી.રૂ.૭૯,૨૦૦ તથા કાર કી.રૂ.૧,૫૦,૦૦૦ મળી કૂલ કી.રૂ. ૨,૨૯,૨૦૦ સાથે ઝડપી લીધો હતો.જ્યારે દારૂ મોકલનાર અને ડિલિવરી લેનાર આરોપી ઓસમીર હાસમ સોઢા ઘાંચી (રહે,વાલીઝાપા વંથલી જી.જુનાગઢ) અને હનીફ મજીદ ગરાણા (રહે,ધોરાજી જી.રાજકોટ) હાજર નહી મળી આવતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.