કોરોનાએ આજે જૂનાગઢમાં રજા રાખી હોય તેવી સ્થિતિ : માત્ર 25 કેસ

આજે જૂનાગઢ જિલ્લામાં 53 દર્દીઓ સાજા નરવા થયા

જૂનાગઢ : લાંબા સમય બાદ આજે કોરોનાએ જાણે જૂનાગઢ જિલ્લામાં રજા રાખી હોય તેવી સ્થિતિમા નવા 25 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. બીજી તરફ આજે શહેર અને જિલ્લાના 53 દર્દીઓ સાજા નરવા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં 25 નવા પોઝિટિવ કેસ ટેસ્ટિંગ દરમિયાન સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 11, ગ્રામ્યમાં 7, કેશોદમાં 0, માળીયામાં 0, માણાવદરમાં 0, માંગરોળમાં 0, વંથલીમાં 3 અને વિસાવદરમાં 4 કેસ સામે આવ્યા છે.

જો કે છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ જળવાયેલ રહેતા 53 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે.

આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4519 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 1950 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.