જુનાગઢ : રીક્ષામાં વિદેશી દારૂની હેરફેર કરતો રીક્ષા ચાલક ઝડપાયો

જૂનાગઢ : જુનાગઢ એ ડિવિજન પોલીસે ગઈકાલે જૂનાગઢની કડીયાવાડ શાકમાર્કેટ વાળી ગલીમા બાતમીના આધારે રેઇડ કરી રીક્ષા નં. જી.જે.૦૩ બી.ટી. ૨૦૧૯ કિ.રૂ.૫૦,૦૦૦/- વાળીમા ભારતીય બનાવટનો જુદી જુદી બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂની કુલ બોટલ નંગ-૮૯ કિ.રૂ.-૩૫,૬૦૦ તથા મો.ફોન– ૧ કિ.રૂ.૫૦૦ મળી કુલ કિ.રૂ.૮૬,૧૦૦ નો મુદામાલ સાથે આરોપી રીક્ષા ચાલક પ્રિતમભાઈ ભિખાભાઈ દાફડા (રહે. કડીયાવાડ ટેલીફોન એકક્ષેન્જ રોડ જુનાગઢ)ને ઝડપી લીધો હતો.જ્યારે બીજો આરોપી પાચાભાઈ નારણભાઈ કોડીયાતર હાજર ન મળી આવતા તેની સામે પણ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.