મેંદરડા અને ભવનાથમાં બાઇકોની ઉઠાંતરી

જૂનાગઢ : મેંદરડા અને ભવનાથમાં બે બાઇકની ઉઠાંતરી થયાની ઘટના સામે આવી છે.જેમાં ફરિયાદી દેવજીભાઈ વજીરભાઈ દેગામા (ઉ.વ.૨૫ રહે.મેંદરડા સાતવડલા હનુમાનબાપાની ડેરીની સામે તા.મેંદરડા)નું મેંદરડા સાતવડલા પાસેથી GJ-11-CE-5663 નંબરનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયો હતો.જ્યારે ફરિયાદી શામજીભાઇ કાળાભાઇ મુછડીયા (ઉ.વ.૬૬ રહે બાલોટ તા.વંથલી જી.જુનાગઢ) નું ગીરનાર દરવાજા પાસે વીશ્વકર્મા વાડી ભવનાથ પાસેથી GJ-11-HH-7509 નંબરનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી ગયો હતો. પોલીસે આ બન્ને બનાવની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.