માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને હોસ્પિટલમાં પહોંચાડયા

જૂનાગઢના સાબલપુર ચોકડી રોકડીયા ભજીયા હાઉસ રોડ ઉપર અકસ્માતના બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના સાબલપુર ચોકડી રોકડીયા ભજીયા હાઉસ રોડ ઉપર માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને હડફેટે લેતા તેમને ઇજા થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે વૃદ્ધાના પુત્રએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શૈલેષભાઇ વશરામભાઇ ગજેરા (ઉ.વ.૪૧ રહે.પરબડી તા.ધોરાજી જી.રાજકોટ) એ આરોપી ટ્રક રજી.નં.GJ-14-X-8797નો ચાલક ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના માતા હેમીબેન તેમના દિકરા જુનાગઢ ખાતે રહેતા હોય ત્યા આવેલ હોય અને ત્યાથી પરત પોતાના ગામ પરબડી જવા માટે નિકળેલ હતા. આ દરમ્યાન તેઓ સાબલપુર ચોકડી ખાતેથી રોકડીયા ભજીયા હાઉસ તરફ રોડ ક્રોશ કરવા જતા આરોપી ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી ના માતાને ડાબા પગના પાનીના ભાગે તથા કમરના ભાગે તેમજ ડાબી બાજુ આંખના ભાગે ઇજા કરી તેમજ શરીરે છોલાણ જેવી ઇજા કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.