ભેસાણમાં એસટી બસ હડફેટે યુવતી ઘાયલ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં એસટી બસ હડફેટે યુવતીને ઇજા થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની ભેસાણ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સોનલબેન કલાભાઇ ડોડીયા (ઉ.વ.૨૦ રહે.છોડવડી તા.ભેસાણ જી.જુનાગઢ)એ આરોપી એસ.ટી.બસ નં. GJ-૧૮-Z-૩૧૭૦ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૪ના રોજ ભેસાણના એસ.ટી બસસ્ટેન્ડમાં આરોપીએ પોતાના હવાલાની એસ.ટી.બસ નં. GJ-૧૮-Z-૩૧૭૦ વાળી પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી ફરીયાદીના ડાબા પગમાં ગંભીર ઇજા કરી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.