જૂનાગઢની બોમ્બે હોટલ સામે જાહેરમાં વરલી મટકા રમતો એક ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ એ ડિવિજન પોલીસે ગઈકાલે જૂનાગઢની બોમ્બે હોટલ સામે રોડ ઉપર જાહેરમાં વરલી મટકાના આંકડાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી કીશોરભાઇ દેવાભાઇ વાળાને રોકડા રૂ.૫૮૦ અને ફોન-૧ કિ.રૂ.૫૦૦ મળી કુલ રૂ.૧૦૮૦/-ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે વરલી મટકાના આંકડાની કપાત કરનાર અન્ય બે આરોપીઓ ફીરોજ ચડી અને સમીર ઉર્ફ કાકુ હાજર ન મળી આવતા તેની સામે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.