માંગરોળના નગીચાણા ગામે ખેતરમાં વનરાજાની લટાર

ખેતરમાં આંટાફેરા કરતા સિંહનો વિડ્યો વાયરલ

સિંહના વાડી વિસ્તારમાં આંટાફેરાથી લોકોમાં ફફડાટ

જૂનાગઢ : જૂનાગઢમાં આજે વનરાજા જાણે લટાર મારવા નીકળી પડ્યા હોય એમ ભવનાથ વિસ્તારમાં ટહેલતા દેખાયા બાદ માંગરોળના નગીચાણા ગામે ખેતરમાં વનરાજાની લટાર મારતા દેખાયા હતા. જેમાં ખેતરમાં આંટાફેરા કરતા સિંહનો વિડ્યો વાયરલ થયો છે.

જુનાગઢ જિલ્લાના માંગરોળના નગીચાણા સીમ વિસ્તારમાં આજે
વનરાજા ટહેલતા જોવા મળ્યા હતા. જેમાં રાતડા સિમ વિસ્તારમાં ખેતરમાં સિંહ આંટાફેરા કરતા દેખાયા છે. આથી બામણવાડાથી નગીચાણા તરફની સિમમાં ખેતરોમાંથી પસાર થતા સિંહનો વિડિયો વાયરલ થયો છે. જેમાં વાડી વિસ્તારના રહીવાસીઓએ મકાન ઉપરથી મોબાઈલ સિંહના દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા. જો કે ખતેરમાં આમતેમ ફરતા સિંહને અમુક લોકો હાકલા પડકારા કરતા પણ દેખાઈ છે. આ વીડિયોમાં નગીચાણા ગામના રાતડા વિસ્તારમાં ખેતરમાં વનરાજા પસાર થઇ રહ્યાનું દેખાઈ છે.

નગીચાણા ગામની સિમમાં મુક્ત રીતે વિહરતા સિંહને જોવા લોકોએ ભારે ઉત્સુક થયા હતા. હાલમાં પણ નગીચાણા સીમ વિસ્તારમાં સિંહ હોવાનું અનુમાન છે. જો કે સિંહના વાડી વિસ્તારમાં આંટાફેરાથી લોકોમાં ફફડાટ મચી ગયો છે. જ્યારે થોડા દિવસો પહેલા માંગરોળના આજક ગામે સિંહ જોવા મળ્યો હતો. ત્યારે આજે ફરી સિંહના દર્શન થયા છે.