સોશ્યલ સાઇટ ઉપર ફોટા સ્ટેટસમાં મુકવા બાબતે યુવાનને હોકીથી ધોકાવ્યો

માંગરોળના ગુલજાર ચોકમાં થયેલી મારમારીના બનાવમાં ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢ : માંગરોળના ગુલજાર ચોકમાં સોશ્યલ સાઇટ ઉપર ફોટા સ્ટેટસમાં મુકવા બાબતે યુવાને ત્રણ વ્યક્તિઓએ હોકીથી ધોકાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે યુવાને ત્રણ વ્યક્તિઓ સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વીગતો અનુસાર ફરિયાદી શાહનવાઝભાઇ જમાલભાઇ શેખ (ઉ.વ. ૧૯ રહે.મુળ જુનાગઢ દાતાર રોડ દરગાહની બાજુમાં ફકીરા પીંજરાની સામે તા.જી. જુનાગઢ રહે. હાલ રાજકોટ જાનહરપરા શેરી નં. ૭ તા.જી.રાજકોટ)એ આરોપીઓ સલમાન ફારૂકભાઇ મીર, ફારૂકભાઇ મીર, જમીલાબેન ફારૂકભાઇ મીર (રહે.ત્રણેય માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૨૭ના રોજ એક આરોપીએ ફરીયાદીના ફોટા સ્ટેટસ પર રાખેલ હોય જે બાબતે ફરીયાદીએ ના કહેતા આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પાણીની નળી વડે મારમારી તેમજ હોકી વડે અને ઢીકાપાટુ વડે ફરીયાદીને શરીરે મુંઢ માર માર્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.