અમદાવાદમાં યુવાનની હત્યા મામલે જૂનાગઢમાં ઉગ્ર આક્રોશ

જૂનાગઢના સમસ્ત હિન્દૂ સમાજના લોકોએ કલેકટર આવેદન આપી હત્યારાઓને કડક સજા આપવાની માંગ કરી

જૂનાગઢ : અમદાવાદના ધંધુકામાં યુવાનની નિર્મમ હત્યાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવના વિરોધમાં જૂનાગઢના સમસ્ત હિન્દૂ સમાજના લોકોએ એક નેજા હેઠળ આવી આ યુવાનની હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ કલેકટરને આવેદન આપી યુવાનના હત્યારાઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે

હિન્દુ જાગરણ મંચ – જુનાગઢ, માલધારી સમાજ તેમજ હિન્દુ સમાજ દ્વારા આજે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ગત તા.૫ જાન્યુઆરીના દિવસે અમદાવાદના ધંધુકા ગામે હિન્દુ યુવાન કિશનભાઇ ભરવાડની વિધર્મી દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તેથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હિન્દુ સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે.તેથી સરકારને જણાવવમાં આવે છે કે આવા બનાવો દિવસેને દિવસે દરેક શહેર અને ગામમાં બને છે. તેને સખ્તાઇથી દબાવી દેવામાં આવે અને તે હત્યારાઓ જે તેને કાયદાનું ભાન કરાવે તેમજ આ બનાવની ઉંડાણ પૂર્વક તપાસ થાય તો ઘણા બધા વિધર્મીઓ સંકળાયેલા હોય તેવું લાગે છે. તેથી મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી આ બાબતે અંગત રસ લઇને હત્યારાઓને સત્વરે કડકમાં કડક સજા થાય તેવી હિન્દુ સમાજની લાગણી અને માગણી છે.

હિન્દૂ સમાજના અગ્રણીઓએ વધુમાં જણાવ્યું હતું કે, યુવાનની હત્યામાં જે હથિયારોનો ઉપયોગ થયો છે તે જોતા આટલા બધા હથિયારો કેવી રીતે આવ્યા ? અને અમુક તત્વોએ આવા હીંચકારા કૃત્યને અંજામ આપી કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિના વાતાવરણને ડહોળી દીધું છે. આથી ફરી આવા બનાવ ન બને તે માટે આરોપીઓને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. તેથી આ બનાવની તટસ્થ તપાસ કરી આ કેસની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને હત્યારાઓને સખત સજા આપવાની ઉગ્ર માંગ કરી છે.