માણાવદરમાં બાઈક ઉપર વિદેશી દારૂની બોટલ લઈને નીકળેલા બે ઝડપાયા

જૂનાગઢ : માણાવદર પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માણાવદર સ્ટેશન પ્લોટ વિસ્તાર નજીક બાઈક પર દારૂની બોટલ લઈને નીકળેલા આરોપીઓ જેન્તીભાઇ દેવાભાઇ ગોહેલ ઉ.વ.૩૦ રહે.માણાવદર ઠે.મોરલી નગર વાદી વાંસ તા.માણાવદર), હનીફભાઇ મુસાભાઇ સેતા (ઉ.વ.૩૨ રહે.માણાવદર)ને મેકડોવેલ્સ નંબર-૦૧ સુપીરીયર વિસ્કી ઓરીજીનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન લી ૭૫૦ એમ.એલ.૭૫ પુફ ૪૨.૮ ટકા વી.વી.ની કંપની સીલ પેક એક બોટલ નંગ-૦૧ ની કિ.રૂ.૪૦૦ તેમજ જી.જે.૧૧-સી.જે.૪૦૭૦ ની હોય જેની કિ.રૂ.૨૦,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.