માણાવદરમાં કારચાલકે બાઇકને ઠોકરે ચડાવ્યું

જૂનાગઢ : માણાવદરમાં કારચાલકે બાઇકને ઠોકરે ચડાવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદી અરજણભાઇ માકડીયા (ઉ.વ.૩૭ રહે. બળોદર તા.કેશોદ જી.જુનાગઢ) એ આરોપી ફોર વ્હીલ નં. GJ – 25 – AA – 9907 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૭ના રોજ માણાવદરના ખખાવી રોડ નુતન મીલ પાસે આરોપીએ પોતાના કારને પુરપાટ ઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરીયાદીના બાઈકને અડફેટે લઇ ફરીયાદીને પછાડી દઇ ઇજાઓ કરી નાશી છૂટ્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.