ભેસાણના વિશળ હડમતીયા ગામે રૂ.૨૫.લાખના ખર્ચે બનશે આરોગ્ય સબ સેન્ટર

જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અને જૂનાગઢ જિલ્લાના ભાજપ અધ્યક્ષ કિરીટ પટેલના હસ્તે આરોગ્ય સબ સેન્ટરનું કરાયું ભૂમિ પૂજન

જૂનાગઢ : કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશળ હડમતિયા ખાતે આરોગ્ય સબસેન્ટર અંતર્ગત રૂપિયા ૨૫ લાખ મંજૂર કરવામાં આવેલ છે. તેથી આજેજિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અને જૂનાગઢ જિલ્લાના ભાજપ અધ્યક્ષ કિરીટ પટેલના હસ્તે આ આરોગ્ય સબસેન્ટરનું ભૂમિ પૂજન કરાયું હતું

જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટોળીયા, જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટ પટેલ તેમજ ભેસાણ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે વિશાળ હડમતીયા ગામના સરપંચ સહિત કાર્યકરો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આરોગ્ય સબસેન્ટરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણ દ્વારા પૂજન અર્ચન કરીને શ્રીફળ વધારી આરોગ્ય સબસેન્ટરનું ખાતમુર્હુત કર્યું હતું.

આ તકે જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે , ૩૫.જેટલા આરોગ્ય સબ સેન્ટર જિલ્લા ભરમાં મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે જે પૈકી ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ખાતે આજે પાંચમું સબ આરોગ્ય સેન્ટરનું ભૂમિ પૂજન કરીને કામનો પ્રારંભ કરાયો છે. આ આરોગ્ય સબ સેન્ટરનું કામ આગામી ત્રણ થી ચાર માસની અંદર પૂર્ણ થતાં વિશળ હડમતિયા ખાતે સબ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. જેથી કરીને વિશાળ હડમતીયા સહિત આસપાસના જરૂરિયાત મંદ લોકો આ આરોગ્ય સબ સેન્ટરનો લાભ મેળવી શકશે.