જૂનાગઢના તોરણીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયા

જૂનાગઢ : જૂનાગઢ તાલુકા પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના તોરણીયા ગામે જુગારની રેઇડ કરી જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વડે હારજીતનો તીનપતીનો જુગાર રમતા આરોપીઓ કાળુભાઈ મેરખીભાઈ વંશ, પરસોતમભાઈ ઉર્ફે કીશોર પોપટભાઈ રૈયાણી, ભરતભાઈ ચકાભાઈ સરવૈયા, વલકુભાઈ ભીખાભાઈ માથાસુરીયા, મેરુભાઈ ઠેબાભાઈ ભારાઈને રોકડા રૂ-૯૩૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.