વગર વાંકે લુખ્ખાએ બે વ્યક્તિને છરી ઝીકી

જુનાગઢના માત્રી રોડ ઉપર આવેલ કુભારવાડામાં થયેલી મારામારીમાં એક સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના માત્રી રોડ ઉપર આવેલ કુભારવાડામાં એક લુખ્ખા શખ્સે રીતસર લુખ્ખાગીરી ઉપર ઉતારી આવી વગર વાંકે બે નોર્દોષ વ્યક્તિ ઉપર છરીથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તેને ઝડપી લીધા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હુસેનભાઇ કાસમભાઇ ઉઢા (ઉ.વ.૩૦ રહે. માત્રી રોડ,ધારાગઢ દરવાજા પાસે જુનાગઢ) એ આરોપી નવાઝ ઉફૅ બમ (રહે.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે જૂનાગઢના માત્રી રોડ ઉપર આવેલ કુભારવાડામાં આરોપીએ ફરીયાદીના દિકરા નવાઝને વિના કારણે ગાળો કાઢી ઢીકાપાટૂનો માર મારી છરી વડે જમણા પગના ગોઠણમા ઇજા કરી તથા સાહેદ અજુ દાઉદભાઇ વચ્ચમા પડતા તેને પણ છરી મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.