જૂનાગઢ જિલ્લાના નવા 84 કોરોના પોઝિટિવ કેસ : 110 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લામાં રિકવરી રેટ વધવાની સાથે આજે ફરીથી પોઝિટિવ આંક ઉચકાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે કોરોના પોઝિટિવ કેસ ઘટ્યા બાદ આજે ફરી સંક્રમણમાં ઉછાળો આવ્યો હોય તેમ નવા 84 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બીજી તરફ રિકવરી રેટમાં સતત વધારો ચાલુ રહેતા આજે 110 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં 84 નવા પોઝિટિવ કેસ ટેસ્ટિંગ દરમિયાન સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 36, ગ્રામ્યમાં 6, કેશોદમાં 13, માળીયામાં 2, માણાવદરમાં 2, માંગરોળમાં 3, વંથલીમાં 2 અને વિસાવદરમાં 20 કેસ સામે આવ્યા છે.

જો કે છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં રિકવરી રેટ પણ ખુબ જ સારો રહેતા 110 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે.

આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં 47 આરોગ્ય રથ મારફતે 4575 નાગરિકોને તપાસી આરોગ્યવર્ધક દવા આપવામાં આવી હતી. તેમજ શહેર અને ગ્રામ્યના મળી કુલ 12299 નાગરિકોને કોરોના વેકસીન આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.