માણાવદર : રસ્તામા બાઈક આડે કુતરૂ આડુ પડતા વૃદ્ધાનું મોત

જૂનાગઢ : માણાવદર નજીક રસ્તામા બાઈક આડે કુતરૂ આડુ પડતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હિરીબેન રામભાઈ પીઠીયા ઉ.વ.૬૭ (રહે.સાળંગપીપળી તા.માણાવદર) નામના વૃદ્ધા ગઈકાલે તા.૨૭ના રોજ માણાવદરના બોડકા ગામ નજીક રોડ ઊપર તેમના દીકરો કરશનભાઈ બાઈક ઉપર બેસીને જતા હતા. ત્યારે રસ્તામા કુતરૂ આડુ પડતા બાઈકમાથી નીચે પડી જતા હીરીબેનને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમનું મોત થયું હતું. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.