જૂનાગઢ : ટેમ્પો ચાલકે વૃદ્ધાને ઠોકરે ચડાવી હાથ ભાંગી નાખ્યા

જૂનાગઢ : જૂનાગઢ નજીક ટેમ્પો ચાલકે વૃદ્ધાને ઠોકરે ચડાવી હાથ ભાંગી નાખ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જ્યોત્સનાબેન મુકુદભાઇ ધકાણી (ઉ.વ.૬૨ રહે, ઝાંઝરડા રોડ અક્ષરધામ એપા.બી-૨૦૬ જુનાગઢ) એ આરોપી અજાણ્યો ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૨૬ના રોજ જૂનાગઢના ઝાંઝરડા રોડ હરિ ક્રિષ્ના મોલ પાસે રોડ પર આરોપીએ પોતાના હવાલા વાળી ટેમ્પો વાહન પુરઝડપે અને એફીકરાઇથી ચલાવી ફરીયાદીને અડફેટે લઇ રોડ ઉપર પછાડી દઇ ફરીયાદીના બન્ને હાથમાં ખંભા પર ફ્રેકચર કરી પોતાનો ટેમ્પો લઇ નાશી છૂટ્યો હતો.