જૂનાગઢમાં તીનપત્તી રમતા સાત ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં પોલીસે તીનપત્તી રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા છે.

જૂનાગઢમાં ધારગઢ દરવાજા પાસે નુરેઇલાહી મસ્જીદ નજીક રોડ પર જાહેરમા ગંજીપત્તાના પાના પૈસા વડે તીનપતી નામનો જુગાર રમતા સાજીદ ઓસમાણભાઇ હાલા, સરફરાજ બીસ્મીલાખાન પઠાન, આસીફ દાદાભાઇ ઠેબા, ફેઝલ સૈયદભાઇ શેખ, અંજુમશા ઇસ્માઇલશા રફાઇ, ચીરાગ ભગવાનજીભાઇ ભારાઇ અને રઝાક બોદુભાઇ શમા પકડાઈ ગયા હતા. પોલીસે રોકડ રૂ. 12,180 તથા મોબાઇલ ફોન કુલ 5 (કી.રુ. 16,000) મળી કુલ કિ.રૂ. 28,180ના મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને જુનાગઢ એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.