મેંદરડાના આલીધ્રા વૃંદાવન આશ્રમ ખાતે ગુરૂપૂજન – મહાપ્રસાદનું આયોજન મોકૂફ

જૂનાગઢ : મેંદરડા તાલુકાના આલીધ્રા વૃંદાવન આશ્રમ ખાતે દર વર્ષે યોજાતા રામધૂન, ગુરૂપૂજન અને મહાપ્રસાદનું 11 દિવસિય આયોજન આ વર્ષે કોરોના મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે.

મેંદરડા તાલુકાના આલીધ્રા ખાતેના વૃંદાવન આશ્રમ ખાતે દર વર્ષે પરમ પુજ્ય ગુરૂદેવશ્રી બ્રહ્મચારી બાપુના નિર્વાણ દિવસ (ભીષ્માષ્ટમી)થી તેમના પ્રાગટ્ય દિવસ (મહાવદી ત્રીજ) દરમિયાન કુલ-૧૧ દિવસ દરમિયાન અખંડ રામધુન-ગુરૂપુજન તથા મહાપ્રસાદી તા.૮ થી ૧૯ ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે કોવિડ-૧૯ની પ્રવર્તમાન ગંભીર પરિસ્થિતિ તથા સરકારની માર્ગદર્શિકાને અનુસરીને આયોજન આ વર્ષે મોફુક રાખવામાં આવ્યું છે.

વૃંદાવન આશ્રમ, આલીધ્રાના ટ્રસ્ટી મંડળ દ્વારા સૌ ધર્મનિષ્ઠ અનુયાયીને ભીષ્માષ્ટમીથી મહાવદી ત્રીજના ઉક્ત સમયગાળા દરમિયાન આશ્રમમાં ન આવવા જણાવ્યું છે અને સ્વગૃહે જ રહીને ગુરૂપૂજન કરે તથા સતત નામસ્મરણ કરીને આ કાર્યને સફળ બનાવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.