જૂનાગઢ : મકાનનું તાળું તોડી અસલ પાસપોર્ટ તેમજ માલમત્તાની ચોરી

મકાન માલીક મહિલાએ એક શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના ઝાઝરડા રોડ પર સથવારા સમાજ સામે આવેલ ભુમી એપા. ત્રીજો માળના એક મકાનના તાળા તોડી તસ્કર અસલ પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ તેમજ માલમત્તાની ચોરી કરી ગયો હતો. આ બનાવ અંગે મકાન માલીક મહિલાએ એક શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રગ્નાબેન રાજેશભાઇ બાવરેચા (ઉ.વ.૪૦ રહે. હાલ બલાલબાગ જનતા ડીલક્ષ હોટેલ પાસે, પ્રિતી એપા. બ્લોક નં. ૭૦૩ જી.મેગલોર (કર્ણાટકા) મુળ, બ્લોક નં.એ/૩૦૪,ભુમી એપા. ત્રીજો માળ,સથવારા સમાજ સામે, ઝાઝરડા રોડ, જુનાગઢ) એ આરોપી નરેંદ્ર ઉર્ફે નાથા માલદે રાવલીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ આરોપીએ ફરીયાદીના મકાનમાં રાખેલ પોતાના તથા તેની દીકરીઓનો ઓરીજનલ પાસપોર્ટ પાનકાર્ડ, ચુટણી કાર્ડ એક્ટીવા તથા એક્સેસ મો.સાની ચાવીઓ તથા મંદીરમાં રાખેલ અમુક રકમ વિગેરે માલમતા બંધ મકાનનું તાડુ તોડી અંદરથી ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.