જૂનાગઢ : કારમાંથી બેટરી ચોરી કરતો એક ઝડપાયો, બીજો ફરાર

કારચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે એકને ઝડપી લઈ બીજા આરોપીને પણ પકડી લેવા તપાસ હાથ ધરી

જૂનાગઢ : જૂનાગઢ નજીક એક કારમાંથી બે શખ્સો બેટરીની ચોરી કરવાની પેરવી કરતા હોવાનું ધ્યાને આવતા એક આરોપીને રંગેહાથે ઝડપી લેવાયો હતો. જ્યારે બીજો આરોપી નાસી છૂટ્યો હતો. હાલ કારચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે એકને ઝડપી લઈ બીજા આરોપીને પણ પકડી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી.ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પંકજકુમાર ગોકળભાઇ ધનેશા (ઉ.વ.૪૯ રહે. વણજારી ચોક ઇંદ્રભવન શેરી, ઇંદ્રભવન એપા. બલોક નં ૪૦૩ જૂનાગઢ)એ આરોપીઓ મોહમદશાહીદ ગુલામહુશેન જેઠવા (રહે હર્ષદનગર તૈયાબા મસ્જીદ પાસે જુનાગઢ) અને સફુ હાલા રહે ચોબારી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૪ના રોજ વણઝારી ચોક ઇંદ્રભવન એપાર્ટમેન્ટના પાર્કીગની બાજુમાં ગલીમાં આરોપીઓએ ફરીને પોતાની હ્યુન્ડાઇ કંપનીની કાર નં. GJ-06-DB-5941 ની એપા. પાસે પાર્ક કરેલી હોય તેમાંથી કારનુ બોનટ ખોલી બેટરી ચોરી કરવાની કોષીશ કરતા આરોપી મોહમદશાહીદ ગુલામહુશેન જેઠવા સ્થળ ઉપર જ પકડાઈ ગયો હતો.જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો હતો. આથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.