ભડુલા ગામમાં યુવક વિદેશી દારૂની બોટલ સાથે પકડાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ભડુલા ગામમાં પોલીસ દ્વારા યુવકને વિદેશી દારૂની બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

ભડુલા ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ પર ગઈકાલે તા. 26ના રોજ આરોપી રામભાઇ દુદાભાઇ ઓડેદરા ભારતીય બનાવટનો ઇંગ્લીશ પીવાના દારૂની બોટલ નંગ-1, જેની કિ.રૂ. 400નો મુદામાલ ગેરકાયદેસર રીતે રાખી પકડાઇ ગયો હતો. બાંટવા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.