બાંટવા-પાજોદ બાયપાસ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત

જૂનાગઢ : બાંટવા પાજોદ બાયપાસ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

બાંટવા પાજોદ બાઇપાસ પાસે ગત તા. 24ના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં અજાણ્યા ટુ-વ્હીલ ચાલકે પોતાનું મોટરસાયકલ પુરઝડપે અને બેફીકરાયથી ચલાવી ફરીયાદી નરેશકુમાર ગજેન્દ્રભાઇ કટારીયાના પિતા બેસેલ હતા, તે બાઇક સાથે ભટકાવી દીધું હતું. આ અકસ્માતમાં ફરીયાદીના પિતાને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે બાંટવા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.