જૂનાગઢ : ઘર પાસ પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી

જૂનાગઢ : જૂનાગઢમાં ઘર પાસ પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઉદયભાઇ જેન્તીલાલ દવે (ઉ.વ.૫૦ રહે.ઝાંઝરડા રોડ, જલારામ નગર, સાંઇબાબા મંદિર વાળી શેરી, બ્લોક નં.૬ જુનાગઢ) એ ગત તા.૨૩/૧૧/૨૧ ના રોજ ફરિયાદીએ પોતાના GJ 03 JD 2214 કિ,રૂ. ૨૦,૦૦૦ નબરના મોટર સાયકલને ઘરની બાજુમાં રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું. તે સમયે અજાણ્યો શખ્સ આ બાઇકને ઉઠાવી ગયો હતો. જો કે આ બનાવની મોડી ફરિયાદ નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે.