જૂનાગઢ : ઇકો કાર ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતા મહિલા ઘાયલ

જૂનાગઢ : જૂનાગઢ નજીક ઇકો કાર ચાલકે સ્કુટરને ઠોકરે ચડાવતા મહિલાને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ફરિયાદી જગદીશભાઇ વસાવા (ઉ.વ.૨૯ રહે. દાતાર રોડ લેપ્રેશી દવાખાના પાસે જુનાગઢ)એ આરોપી ઇકો કાર નં GJ-36-B-9023ના ચાલક સામે ફરિયાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૭ના રોજ વડાલ વચ્ચે હાઇવે રોડ ઉપર નવા બનતા કારખાનાની બાજુમાં. ઇકો કાર નં GJ-36-B-9023 ચાલકે તેની ઇકો બેફીકરાઇ અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના માતા અનીતાબેનના મોસા બર્ગમેન રજી નં GJ-11-CG-7589 ને પાછળથી ઠોકર મારી ફરીયાદીના માતાને ઇજા પહોંચાડી હતી.