જૂનાગઢમાં જાહેરનામા ભંગ સબબ આઠ દંડાયા

જૂનાગઢ સીટી એ, બી અને સી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી

જૂનાગઢ : કોરોના મહામારીને પગલે જૂનાગઢ શહેરમાં રાત્રી કર્ફ્યુ અમલમાં હોવા છતાં હજુ પણ અણસમજુ લોકો નાહકના આંટાફેરા કરતા હોય ગઈકાલે રાત્રી દરમિયાન જૂનાગઢ સીટી એ, બી અને સી ડિવિઝન પોલીસ દ્વારા અલગ-અલગ આઠ વ્યક્તિને કર્ફ્યુ ભંગ બદલ ઝડપી લઈ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી.

રાત્રી કર્ફ્યુની અમલવારી દરમિયાન જૂનાગઢ સીટી એ ડિવિઝન પોલીસ ટિમ દ્વારા શહેરના જવાહર રોડ સ્વામી મંદીર પાસેથી ગોધાવાવની પાટી પાસે રહેતા યાજ્ઞીકભાઈ ગીરીશભાઈ કારેણા અને ગુજરાત હાઉસીંગ બોર્ડ, કોલેજ રોડ ઉપર રહેતા દિવ્યેશભાઈ રમણીકભાઈ બગીયાને માસ્ક વગર આંટાફેરા કરતા ઝડપી લઈ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

જયારે બી ડિવિઝન પોલીસે ઝાંઝરડા ચોકડી, એક્સીસ બેન્ક આગળ રોડ ઉપરથી સાંઇ બાબામંદિર વાળી ગલીમાં બિલેશ્વર રોડ ઉપર રહેતા રાહુલભાઇ વિજયભાઇ રાઠોડ, ઝાંઝરડા રોડ જીવનધામ સોસાયટીમાં રહેતા હેમલભાઇ કમલેશભાઇ વર્ધાન, રાણાવાવ ચોક દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા હેમલભાઈ જગદિશભાઈ પુરોહિત અને કલેક્ટર ઓફીસ પાસે શ્રીધરનગરમાં રહેતા કૌશલ અમ્રુતભાઈ અંટાળા વિરુદ્ધ રાત્રી કર્ફ્યુ ભંગ બદલ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા મધુરમ રોડ, પેન્ટાલુન્સ શો રૂમની સામેથી વણજારી ચોક, શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા પરીનભાઇ વિજયભાઇ પંડયા અને દિપાંજલી-૨ સંપતી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦માં રહેતા ગોકુલ મગનભાઇ ગોરીયા વિરુદ્ધ રાત્રી કર્ફ્યુ અમલમાં હોવા છતાં આંટાફેરા કરવા બદલ જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.