કેશોદમાં કોરોના બૉમ્બ ફૂટયો, નવા 18 કેસ : જૂનાગઢ જિલ્લામાં આજે 80 પોઝિટિવ કેસ

ગઈકાલે એક જ દિવસમાં 24 કેસ બાદ આજે વધુ 18 કેસ આવતા ચિંતા : આજે જિલ્લામાં સવાસો દર્દી સાજા થયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કેશોદ તાલુકામાં કોરોના બૉમ્બ ફૂટ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે 24 બાદ આજે નવા 18 કેસ સામે આવ્યા છે. બીજી તરફ આજે જૂનાગઢ જિલ્લામાં નવા 80 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેની સામે આજે સવાસો દર્દીઓ કોરોનાને હરાવી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.

જૂનાગઢ શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણમાં સતત વધારા વચ્ચે શહેરી વિસ્તારમાં મોટી સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે. આજે જૂનાગઢ જિલ્લામાં નવા 80 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં કેશોદમાં નવા 18 કેસ નોંધાયા છે. ગઈકાલે પણ કેશોદમાં 24 કેસ નોંધાયા બાદ આજે ફરી 18 કેસ નોંધાતા કેશોદમાં કોરોના બૉમ્બ ફૂટ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉપરાંત જૂનાગઢ શહેરમાં 38,

જૂનાગઢ ગ્રામ્યમાં 3, ભેસાણમાં 1, માણાવદર – મેંદરડામાં એક – એક, માંગરોળમાં 6, વંથલીમાં 4, અને વિસાવદરમાં 8 કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે જૂનાગઢ જિલ્લામાં આજે કુલ 125 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે જેમાં સિટીના 86, જૂનાગઢ ગ્રામ્યના 5, કેશોદના 3, માળીયાના 1, માણાવદરના 14, વંથલીના 3 અને વિસાવદરના 13 દર્દીઓનો સમાવેશ થાય છે.

આજે જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 47 ધનવંતરી રથ દ્વારા 4514 નાગરિકોને તપાસી સારવાર આપવામાં આવી હતી ઉપરાંત 1872 લોકોને કોરોના વેકસીનેશન પણ કરાયું હતું.