હરિયાણાથી માણાવદરમાં ખાંડની આડમાં ઘુસાડાતા રૂ.૧૩,૬૮ લાખના વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા

 

જુનાગઢની ક્રાઇમ બ્રાન્ચની ટીમને હાથ લાગી મોટી સફળતા, ટ્રકની આગળ ખાંડના બાચકા રાખી પાછળ દારૂનો જથ્થો છુપાવીને પશુ આહાર ખોડની ખોટી બીલટી દેખડવાનું ભારે પડ્યું, છથી વધુ શખ્સોના નામો ખુલ્યા

જૂનાગઢ : જુનાગઢની ક્રાઇમ બ્રાન્ચની ટીમને માણાવદરમાં મોટા પાયે દારૂ ઝડપી લેવાની મોટી સફળતા હાથ લાગી છે. જેમાં હરિયાણા રાજ્યમાંથી દારૂ મંગાવીને ટ્રકની આગળ ખાંડના બાચકા રાખી પાછળ દારૂનો જથ્થો છુપાવીને પશુ આહાર ખોડની ખોટી બીલટી દેખડતા પોલીસની ચોકર નજરે દારૂ ઘુસાડવાના પડયંત્રનો પર્દાફાશ થયો હતો. જેમાં પોલીસે માણાવદરમાં ટ્રકમાં ખાંડની આડમાં ઘુસાડાતા રૂ.૧૩,૬૮ લાખના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે છથી વધુ શખ્સોના નામો ખુલ્યા છે.

જુનાગઢની ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે માણાવદર રઘુવીરપરા નેહલગીરી આશ્રમ પાછળ પડતર ખુલ્લી જગ્યામા વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે ત્યાં રેઇડ કરી હતી. પોલીસે બહારના હરિયાણા સહિતના રાજ્યોમાંથી ટ્રક ભરીને મંગાવેલા વિદેશી દારૂની તપાસ કરતા ટ્રકમાં આગળના ભાગે ખાંડના બાચકા ભરેલા હોય અને પાછળ મોટાપાયે દારૂ છુપાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં બુટલેગરોએ પોલીસથી બચવા પશુ આહાર ખોડની ખોટી બીલટી પણ બનાવી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી પોલીસે આરોપીઓ (એઝાઝ મહમદભાઇ હિગોરા, ગામેતી (ઉ.વ.૩૨ રહે. અગતરાય મસ્જીદ શેરી તા.કેશોદ), પરવિન સત્યવીર સાંગવાન, જાટ (ઉ.વ.૨૯ રહે. ગુદાણા ગામ પો.સ્ટે.બાઢણા તા.ચરખીદારી જી.ભીવાની રાજય હરીયાણા), રવિન્દ્રકુમાર કૃષ્ણકુમાર રોહીલા (ઉવ.૩૦ રહે. હાસેનો ૧૩૦૪ દિનોદ રોડ પાસે બાલાજી કોલોની ભીવાની રાજય હરીયાણા)ને ઝડપી લીધા હતા.

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટી ન;.૨૮૧ તથા છુટી બોટલ નં.૪૮ મળી કુલ બોટલ નં.૩૪૨૦ કિ.રૂ.૧૩,૬૮,૦૦૦ તથા રોકડા રૂ.૫૦૦૦ તથા મો.ફો.-૦૨ કિ.રૂ.૨૦,૦૦૦ તથા ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ તથા ખોડના બાચકા નં.૧૭ કિ.રૂ.૦૦ તથા બીલટી કિ.રૂ.૦૦ મળી કુલ રૂપીયા ૨૩,૯૩,૦૦૦ નો મુદામાલ પશુ આહાર ખોડની બીલટીનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ હાજર નહી મળેલ આરોપીઓ શ્યામ ઘુસા ઉર્ફે ઘનશ્યામ આહિર (રહે. ગોંડલ જેતપુર રોડ રાજનગર) નાસી જનાર આરોપી અકરમ અલ્લારખા પલેજા (રહે. રધુવીરપરા માણાવદર), મકસુદ મુસાભાઇ સેતા (રહે. રધુવીરપરા માણાવદર) બ્રિજેશ ઉર્ફે બાદલ ભરતભાઇ પટેલ (,રહે. રધુવીરપરા માણાવદર) અજય (રહે. બડસા તા.બહાદુરગઢ), નાશી જનાર અજાણ્યા ઇસમો તથા તપાસમા ખુલે તે તમામ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.