જૂનાગઢ જિલ્લામાં કાલે 26મીએ આન, બાન અને શાન સાથે લહેરાશે તિરંગો

કોરોનાને ધ્યાને લઇ જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સાદગી પૂર્ણ રીતે ઉજવાશે જિલ્લાકક્ષાનું પ્રજાસત્તાક પર્વ, તમામ તાલુકા મથકોએ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તેમજ મહાનગરપાલિકા સહિત તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીએ ગરીમાંપૂર્ણ રીતે ફરકશે રાષ્ટ્ધ્વજ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આવતીકાલના 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને દેશભક્તિનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે પ્રજાસત્તાક પર્વની દેશભક્તિની પ્રબળ ભાવના સાથે ગરીમાપૂર્ણ રીતે ઉજવણી થનાર છે. ખાસ કરીને આ વખતે કોરોનાને ધ્યાને લઇ જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સાદગી પૂર્ણ રીતે જિલ્લાકક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવાશે. તમામ તાલુકા મથકોએ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તેમજ મહાનગરપાલિકા સહિત તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીએ ગરીમાંપૂર્ણ રીતે ધ્વજવંદન કરાશે.

જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે 26મી જાન્યુઆરીએ દેશના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આન, બાન અને શાન સાથે તિરંગો લહેરાશે.જેમાં જૂનાગઢના પદાધિકારીઓ, અધિકારીઓ, જુદાજુદા સમાજ શ્રેષ્ઠીઓ, દરેક ક્ષેત્રેના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો સહિત તમામ જૂનાગઢવાસીઓ તિરંગાને ગૌરવભેર સલામી આપી આદર્શ ભરતીય નાગરિક તરીકેના મૂલ્યો અને સિદ્ધાંતોને આત્મસાત કરવાની નેમ વ્યક્ત કરશે.

હાલમાં કોરોનાને લઈને જૂનાગઢ જિલ્લામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગરીમાંપૂર્વક ઉજવણી કરાશે. જેમાં જૂનાગઢ વહીવટી તંત્ર આયોજિત આ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે ધ્વજવંદન કરાશે. આ ઉપરાંત તમામ તાલુકા મથકોએ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તેમજ મહાનગરપાલિકા સહિત તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીએ ગરીમાંપૂર્ણ રીતે ધ્વજવંદન કરાશે.