જૂનાગઢના સ્પાઇડરમેન પાસે સૌ પ્રથમ પહોંચ્યું જૂનાગઢ લોકલ મીડિયા અપડેટ

અકસ્માતમાં બન્ને પગ ડેમેજ થયા હોવા છતાં વડાલના પ્રેમભાઇ કાછડીયા કોઈપણ આધાર – સહારા વગર સડસડાટ ભૈરવ ટૂંક ઉપર ચઢાણ કરે છે

જૂનાગઢ : જૂનાગઢના ગિરનાર પર્વતની ટોચ ઉપર આવેલ ભૈરવ ટૂંક નામની પહાડી કોઈપણ આધાર કે સહારા વગર સડસડાટ ચડી જતા યુવાનનો સોશિયલ મીડિયામાં જૂનાગઢના સ્પાઇડરમેન શીર્ષક હેઠળ વાઇરલ થયેલ વિડીયો બાદ જૂનાગઢ લોકલ મીડિયા અપડેટની ટીમે આ સ્પાઇડરમેન સાથે સાક્ષાત્કાર કર્યા છે. જૂનાગઢ લોકલ મીડિયા સાથેની વડાલના વતની પ્રેમભાઈએ જણાવ્યું હતું કે પોતાના બન્ને બાગમાં અકસ્માતમાં ઇજા થી હોવા છતાં ભૈરવ દાદાની કૃપાથી આવું સાહસ તેઓ કરી શકે છે.

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે સોશિયલ મીડિયામાં ગિરનાર પર્વત ઉપર ભૈરવ ટૂંક તરીકે ઓળખાતી ઉંચી પહાડી કોઈપણ જાતના સહારા કે અઢાર વગર યુવાન માત્ર બે મિનિટ કરતા પણ ઓછા સમયમાં ચઢતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.વાયરલ થયેલા વિડીયો બાદ જૂનાગઢ અપડેટના પ્રતિનિધિ અમર બખાઈ જૂનાગઢના સ્પાઇડરમેન એવા યુવાનની શોધમાં લાગ્યા હતા અને તેમને શોધીને મુલાકાત પણ લીધી હતી.

જૂનાગઢના સ્પાઇડરમેન એવા આ યુવાન વડાલ ગામના રહેવાસી પ્રેમભાઇ કાછડીયા હોવાનું અને તેઓ છેલ્લા 20 વર્ષથી નિયમિત રીતે ગિરનાર પર્વત ઉપર મહિનામાં ત્રણથી ચાર વખત દર્શન કરવા જતા હોવાનું જૂનાગઢ લોકલ મિડીયા અપડેટને જણાવ્યું હતું. વધુમાં તેઓ ઉમેરે છે કે, ભૈરવ દાદાની કૃપાથી તેઓ આ રીતે કોઈપણ જાતના સારા વગર કઠિન પહાડી ઉપર ચડી શકે છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે આજથી ચાર- પાંચ વર્ષ પૂર્વે પ્રેમભાઇ કાછડિયાને અકસ્માતમાં બન્ને પગમાં ઈજાઓ થી હોવા છતાં ઉંચા દુર્ગમ પ્હાડને તેઓ આસાનીથી ચડી શકે છે. વધુમાં તેઓએ આજના શ્રદ્ધાળુઓ આસ્થાથી ગિરનાર દર્શન કરતા ન હોવાનું જણાવી ગિરનાર પર્વત ઉપર અનેક એવા સ્થળો આવેલા છે કે જ્યાં લોકો ભાવપૂર્વક જતા ન હોવાનું ઉમેર્યું હતું. પ્રેમભાઇ કાછડિયાએ ભૈરવ ટૂંક જવા માટે ગૌમુખી,અને હનુમાનધારા ભરતવન થઇ જઈ શકાતું હોવાનું ઉમેરી પોતાના ગુરુ એવા સેવારામબાપુ આશ્રમના બ્રહ્મદાસ બાપુના આશીર્વાદથી જ આ કાર્ય માટે પ્રેરણા મળતી હોવાનું ઉમેર્યું હતું.