જૂનાગઢ જિલ્લામાં આજે નવા 85 કોરોના પોઝિટિવ કેસ સામે 95 દર્દી સાજા થયા

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં આજે થોડી રાહતના સમાચાર રૂપે કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. આજે સમગ્ર જિલ્લામાં નવા 85 પોઝિટિવ કેસ નોંધવાની સાથે રિકવરી રેટ વધતા 95 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે કરાયેલા કોરોના ટેસ્ટિંગ દરમિયાન કુલ 85 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 54, જૂનાગઢ ગ્રામ્યમાં 17, માળીયામાં 1, માણાવદરમા 3, મેંદરડામાં 1, માંગરોળમાં 1, વંથલીમાં 3 અને વિસાવદરમાં 5 નવા કેસ નોંધાયા હતા.જયારે કેશોદ અને ભેસાણમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.

દરમ્યાન આજે જૂનાગઢ જિલ્લામાં 95 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા નરવા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા 47 ધનવંતરી રથ મારફતે 4577 લોકોને સારવાર આપી આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત શહેર અને જિલ્લામાં 1859 નાગરિકોને કોરોના રસી આપી સુરક્ષિત કરાયા હતા.