જૂનાગઢમાં મકાનમાંથી 4 કિલો ગાંજા સાથે મહિલા સહિત બે ઝડપાયા

જૂનાગઢ એસઓજીએ રેઇડ કરી નશીલા દ્રવ્યોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો

જૂનાગઢ : જૂનાગઢ એસઓજીએ ગઈકાલે બાતમીના આધારે એક મકાનમાં નશીલા દ્રવ્યોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. જેમાં મકાનમાંથી 4 કિલો ગાંજા સાથે મહિલા સહિત બે આરોપીઓને ઝડપી લઈ આ માદક પદાર્થના નેકવર્કને ભેદવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના બિલખા રોડ ઉપર હુડકો પોલીસ લાઇન પાસે આવેલ પાઠક નગરમાં એક મકાનમાં નશીલા પદાર્થ છુપાવીને ગોરખધંધા કરાતા હોવાની બાતમીના આધારે ગઈકાલે એસઓજી સ્ટાફ પાઠક નગરના એ મકાનમાં ત્રાટક્યો હતો. એસઓજીની રેઇડ દરમિયાન આ રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજાના જથ્થો ૪.૦૪૭ કિ.ગ્રા. જેની કિ.રૂ.૪૦,૪૭૦ તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૨૫૦૦ મળી કુલ કિ.રૂ.૪૨,૯૭૦ ના મુદામાલ મળી આવતા પોલીસે આરોપીઓ માલાબેન નવઘણભાઇ ઘેરા સલાટ (ઉ.વ.૪૩), હેમાભાઇ લખમણભાઇ ઘેરા સલાટ (ઉ.વ.૩૨
રહે. બંન્ને પાઠક નગર, બિલખા રોડ, જુનાગઢ) ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.