જૂનાગઢમાં જાહેરનામા ભંગ બદલ 11 વિરુદ્ધ કાર્યવાહી

કોરોના સંક્રમણ વધતા જૂનાગઢ પોલીસ દ્વારા કડક હાથે કામગીરી

જૂનાગઢ : જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસે – દિવસે વધી રહ્યું છે અને જૂનાગઢ શહેર હોટસ્પોટ બન્યું છે ત્યારે હવે જૂનાગઢ પોલીસે કોરોના ગાઈડલાઈનના પાલન માટે સખ્તી અપનાવી હોય તેમ ગઈકાલે 11 ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી જનતાને કરફ્યુ પાલન માટે કડક સંદેશ આપ્યો હતો.

જૂનાગઢ શહેર અને તાલુકા પોલીસ દ્વારા જાહેરનામાં ભંગ સબબ કરવામાં આવેલ કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસે દોલતપરા આંબેડકર ચોક નજીકથી ઇન્દ્રેશ્વર ચોક નજીક રહેતા ભાવેશ અરજણભાઇ ચૌહાણ દોલતપરા ચોકમાં રહેતા દીવ્યેશ જયેશભાઇ ચૌહાણ અને સક્કરબાગ નજીક રહેતા મુસ્તાક હારુનભાઇ ડામર તેમજ અંબિકા ચોક નજીકથી યુવરાજ અરુણભાઈ દયાતરને ઝડપી લઈ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા અગ્રાવત ચોકમાંથી આદર્શનગર-૧ ઝુલેલાલ ચોકમાં રહેતા કરણ જયકુમાર અસડા, રાહુલ રમેશભાઇ અસડા, પાદર ચોકમાંથી અજયભાઇ અરવિંદભાઇ ગોહિલ, કાળવા ચોક નાગરવાડામાંથી ઓમપ્રકાશ શ્રીમંદ શર્મા, ગાંધી ચોકમાંથી ઇમરાનભાઇ તાજમહમદભાઇ ખીરા, ઝાંઝરડા રોડ ઉપર સિદ્ધનાથ ચોકમાંથી ફેજલભાઇ રફીકભાઇ કરગટીયાને ઝડપી લીધા હતા.

જ્યારે જૂનાગઢ તાલુકા પોલીસે ખામધ્રોળ ચોકડી પાસે, ઇસ્કોન ગાઠીયાની દુકાન ખુલ્લી રાખનાર હનીફભાઇ કાસમભાઇ હાલાને ઝડપી લઈ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી હતી.