જુના મનદુઃખ મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી : સામસામી ફરિયાદ

માંગરોળના ગુલજારચોક પાસેના મારામારીના બનાવમાં બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગુલજારચોક પાસે જુના મનદુઃખ મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ મારામારીના બનાવમાં બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહમદભાઇ દાઉદભા મહીડા (ઉ.વ. ૬૦ રહે માંગરોળ શેઠ ફળીયા વાણીયાવાળ હવેલી પાસે તા. માંગરોળ)એ આરોપીઓ ઇકરામ શબ્બીરભાઇ કબલ, અબ્દુલ શબ્બીરભા કબલ, શબ્બીરભાઇ કબલ, ફારૂક હુશેન બતક, ઇબ્રાહીભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ તથા ફરીયાદને જુનુ મનદુઃખ હોય જે બાબતે આરોપીઓએ લોખંડનો સળીયા તથા પાઇપ જેવા હથિયારયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદોને ગાળો બોલી મુંઢમાર મારી ફરીયાદીના સાઢુંભાઇના દિકરાને પાઇપ વડે માથામાં માર મારી ઇજાઓ કરી હતી.

સામાપક્ષે ઇકરામભાઇ શબ્બીરભાઇ કબલ (ઉ.વ.૨૯ રહે. માંગરોળ નવાપરા ગુલજાર ચોક કબલ શરેી) એ આરોપીઓ મહમદભાઇ મહિડા, અન્નાબીલાલ, અન્નાબીલાલનો ભાઇ, અન્નાબીલાલનો બીજો ભાઇ, અસ્ફાક જેઠવા, અસ્ફાકજે ઠવાનો ભાઇ, રિઝવાન હાજવા, હમજા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના મામા દિકરાની પત્નીએ ફરીયાદની પત્ની વિરૂધ્ધમાં ફરીયાદ કરેલ હોય જે બાબતનુ મનદુઃખ રાખી આરોપીઓએ હાથમાં છરી, લોખંડનો સળીયો, પાઇપ વડે માર મારી તેમજ ઢીકાપાટુનો માર મારી તેમજ ફરીયાદીને છરી વડે ઇજા કરી તેમજ ફરીયાદીના પિતાજી ને લોખંડના સળીયા વડે માથામાં ઇજા કરી હતી.