જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ આજે પણ સેન્ચુરી વટાવી : નવા 117 કેસ

રિકવરી રેટમાં ધરખમ વધારો થતાં 124 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના સતત માથું ઊંચકી રહ્યો હોય આજે પણ પોઝિટિવ કેસોએ સેન્ચુરી વટાવી છે. આજે આરોગ્ય વિભાગે હાથ ધરેલ ટેસ્ટિંગમાં સમગ્ર જિલ્લામાં 117 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જો કે રિકવરી રેટ પણ વધ્યો હોય આજે એક સાથે 124 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે હાથ ધરાયેલ કોરોના ટેસ્ટિંગ દરમિયાન જિલ્લાના કુલ 117 પોઝિટિવ દર્દીઓ નવા નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં 80, ગ્રામ્યમાં 6, કેશોદમાં 3, માળીયામા 1, માણાવદરમાં 12, વંથલીમાં 2 અને વિસાવદરમાં 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, આજે ભેસાણ, મેંદરડા અને માંગરોળમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા ન હતા.

દરમિયાન જૂનાગઢ જિલ્લાના કોરોના સંક્રમણ વધવાની સાથે રિકવરી રેટમાં પણ આજે વધારો નોંધાયો હોય તેમ નવા 117 કેસ સામે 124 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. આજે આરોગ્ય વિભાગ દ્વારા 47 ધનવંતરી રથ મારફતે 4379 નાગરિકોને પ્રાથમિક સારવાર આપી તપાસણી કરવામાં આવી હતી ઉપરાંત શહેર અને જિલ્લામાં 478 નાગરિકોનું કોરીના વેકસીનેશન કરાયું હતું.