જુનાગઢ-કેશોદમાં ત્રણ સ્થળે જુગારના દરોડામાં 11 ઝડપાયા

જૂનાગઢ : જુનાગઢ-કેશોદમાં ગઈકાલે પોલીસે બાતમીના આધારે ત્રણ સ્થળે જુગારના દરોડા પાડી 11 આરોપીઓને જુગાર રમતા રંગેહાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ દોરડામાં જુનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે ડુંગરપુર ગામે સુભાષનગર સરકારી સ્કુલ પાસે જુગાર રમતા આરોપીઓ શેરઆલમ મહમદયુસુફ બ્લોચ (ઉ.વ.૨૮ રહે.ખડીયા ગામ કોળવાડા તા.જી.જુનાગઢ), હીતેશભાઇ મગનભાઇ ગોહેલ (ઉ.વ.૨૨ રહે.ડુંગરપુર સુભાષનગર-૨ તા.જી.જુનાગઢ) ને ઝડપી લીધા હતા.

બીજા દોરડામાં કેશોદ પોલીસે ગઈકાલે મોવાણા ગામે જુગાર રમતા આરોપીઓ રાકેશભાઇ શકરાભાઇ મકવાણા (ઉ.વ.૩૮) હરેશભાઇ પીઠાભાઇ મકવાણા (ઉ.વ.૪૫), હરસુખભાઇ જીવરાજભાઇ હદવાણી (ઉ.વ.૫૨), વ્રજલાલભાઇ ભીમજીભાઇ સોલંકી (ઉ.વ.૫૫), અનીલભાઇ લાલજીભાઇ વડાલીયા (ઉ.વ.૩૫ રહે. તમામ મોવાણા તા.કેશોદ) ને રોકડા રૂા.૬૩૨૦ સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડામાં કેશોદ પોલીસે ગઈકાલે પીપળી ગામે સ્મશાન આગળ જાનબાઇમાંના મંદીર તરફ જતી ગારીમા વીલેજ પાસે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ ગોવીંદભાઇ પરસોતમભાઇ ગજેરા (ઉ.વ.૪૩ રહે.પાડોદર તા.કેશોદ), માલદેભાઇ મેણસીભાઇ કડોરીયા (ઉ.વ.૩૪ રહે.બામણાસા ધેડ તા.કેશોદ), સામતભાઇ નારણભાઇ વાળા (ઉ.વ.૩૬ રહે.બામણાસા ધેડ તા.કેશોદ), રામદેભાઇ મેણસીભાઇ કરંગીયા (ઉ.વ.૪૫ રહે.બામણાસા ધેડ તા.કેશોદ) ને રોકડા રૂા.૭૧૩૦ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.