ભારે કરી ! તસ્કરો આંગણવાડીમાંથી બાળકોનો પૌષ્ટિક નાસ્તો ચોરી ગયા

જૂનાગઢના ખામધ્રોળ ગામેં આંગણવાડીમા થયેલી ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : મકાનો અને દુકાનોમાં ચોરી કરતા તસ્કરોએ હવે આંગણવાડીમાં બાળકોનો પૌષ્ટિક પણ છોડ્યો નથી. જેમાં જૂનાગઢના ખામધ્રોળ ગામેં આંગણવાડીમાથી બાળકોનો પૌષ્ટિક આહારને તસ્કરો ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું દબાવવા તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ ચોરીની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઇલાબેન નયનભાઇ જોષી (ઉ.વ.૩૩ રહે. જોષીપરા નંદનવન રોડ રાધે ટેનામેન્ટ બ્લોક નં.૧૨ જુનાગઢ) એ કોઇ અજાણ્યો ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૩/૧૧/૨૧ના રોજ અજાણ્યા ચોર ઇસમે ખામધ્રોળ ગામેં આવેલ આંગળવાડીની બારી કોઇ સાધન વડે ખોલી બારીમાંથી અંદર હાથ નાખી આંગળવાડીમાં પડેલ માતૃશક્તિ, પૂર્ણ શક્તિ અને બાલશક્તિ પ્રોટીન આહાર પુરવઠો કુલ-૨૦ બેગ (૨૫૦ પેકેટ) કિ.રૂ.૧૧,૯૦૦ ના જથ્થાની ચોરી કરી ગયો હતો. જો કે આ બનાવની મોડી ફરિયાદ નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે.